મિત્રો, વર્તમાન સમય મા આપણ ને બધાને ખ્યાલ જ છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે ની ભેદરેખા પાતળી થવા માંડી છે. કારણ કે, હાલ ના સમય મા પુરુષો ની સાથોસાથ સ્ત્રીઓ પણ ઘર ની અર્થવ્યવસ્થા મા પૂર્ણ સહકાર આપે છે. વર્તમાન સમય મા દરેક ક્ષેત્ર મા સ્ત્રી પોતાની આવડત ને લોકો સમક્ષ પ્રસ્તુત કરી રહી છે. પરંતુ, હાલ અમે તમને એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં મોટાભાગે સ્ત્રીઓ દ્વારા જ દુકાનો ચલાવાતી હોય છે. અત્યાર ની સ્ત્રીઓ દુકાનો પર બેસીને એક પુરુષ ની માફક જ નાણાં કમાય છે.

તો આજે આ લેખ મા અમે તમને જણાવીશું કે એવો ક્યો છે એ દેશ અને શા માટે ત્યાં સ્ત્રીઓ દ્વારા દુકાનો ચલાવવા મા આવી રહી છે. હાલ આ લેખ મા આપણે જે દેશ અંગે ની વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે નેપાળ. જે તે સમયે તે આપણા દેશ માંથી અલગ થઈ ને પોતાનો સ્વતંત્ર દેશ બનાવ્યો હતો. નેપાળ એક નાનું એવું અર્થતંત્ર ધરાવતો દેશ છે. નેપાળ દેશ મા આમ તો અનેક આવડતો જોવા મળે છે. ત્યાંના અમુક સ્થળો પ્રાચીન અને ખૂબ જ જાણીતા છે.

સમગ્ર વિશ્વ માંથી અહી લોકો ફરવા માટે આવે છે. પરંતુ , આજે આ લેખ મા અમે તમને માહિતી આપીશું કે એવું તો શું કારણ છે કે, ત્યાંની સ્ત્રીઓ એ દુકાનો પર બેસવું પડે છે. નેપાળ મા તમે જયા પણ નજર ફેરવશો ત્યાં તમને મોટાભાગ ની દુકાનો મા ફક્ત સ્ત્રીઓ જ બેસેલી જોવા મળશે. પરંતુ, આપણાં દેશ મા આ દૃષ્ટિકોણ તદ્દન ખોટો પડે છે. આપણાં દેશ મા જોવા જઈએ તો પુરુષો વધુ પડતા જોવા મળે છે. તો ચાલો જાણીએ કે શા માટે નેપાળ મા આવું હોય છે?

તેનું એક કારણ એ છે કે નેપાળ મા દર વર્ષે કોઈ ને કોઈ પ્રાકૃતિક આપતિ, જેમ કે ભૂકંપ તથા પુર જેવી સમસ્યા આવતી રહે છે. જે ત્યાં ની ગરીબી મા વૃદ્ધિ લાવે છે. આ કારણોસર ત્યાં નો યુવાવર્ગ કે જેમાં યુવકો અને યુવતીઓ બંને સમાવેશ થાય છે, તે પોતાના દેશ ની બહાર જઈને રોજગારી ની તલાશ કરે છે. ઘણીવાર તે લોકો ભારત મા આવી જાય છે, તો ઘણીવાર તે લોકો દુબઈ અથવા તો ખાડી ના દેશ મા પોતાની આવડત મુજબ કામધંધો ગોતી લે છે.
નેપાળ ના ઘણા યુવકો જે થોડું ઘણું ભણ્યા હોય તો તે લોકો આલીશાન હોટેલો અથવા તો રેસ્ટોરન્ટ મા દરેક સ્તર મા કાર્ય કરતા જોવા મળે છે. જેને ભારત મા તમે સરળતા થી પારખી શકો છો. ખાડી ના દેશો મા જે લોકો અભ્યાસ પૂર્ણ કરેલો હોય છે અથવા તો કોઈ ખાસ વિશેષતા ધરાવતા હોય તો તે મોટી હોટેલો થી લઈને નાની ખાણી-પીણી ની દુકાનો નો પણ બિઝનેસ કરતા જોવા મળે છે. ઘણા યુવાનો અથવા વડીલ નેપાળીઓ જેને આપણે ગુરખા ના નામે પણ ઓળખતા હોઈએ છીએ.

 તેવો આપણાં દેશ મા આવીને પહેરેદારી તથા વોચમેન નું કાર્ય પણ કરતા હોય છે. આ ઉપરાંત નેપાળ ના અભ્યાસ કરેલ યુવકો, મુખ્યત્વે દેશ ની બહાર જ નોકરી શોધવામા લાગી જાય છે. કારણ કે તેમને આ વાત નો ખ્યાલ છે કે પોતાના દેશ મા યોગ્ય પ્રમાણ મા રોજગાર પ્રાપ્ત થવા નો નથી. કારણ કે, અહીં હજુ અન્ય દેશો ની માફક વિકાસ થયો નથી. પરંતુ , અહીં આવતી પ્રાકૃતિક સમસ્યાઓ ના કારણે ત્યાં દર વર્ષે ઘણી બધી હાનિ પહોંચે છે.

લોકો ની જિંદગી પણ આ એક સમસ્યા ના કારણે વિખાઈ જાય છે.માટે જ નેપાળ ના યુવા પુરુષો અન્ય દેશો મા નોકરી શોધવા જતા રહે છે. ત્યાં ની સ્ત્રીઓ ત્યાં જ દુકાનો નાખી નાની-નાની કમાણી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ પ્રકારે નેપાળ ના મોટાભાગ ના પુરુષો કાર્ય અને કમાણી કરવાના કારણે શહેર અથવા તો દેશ નું પણ પરિવર્તન કરતાં રહેતા હોય છે. તેના ઘરો મા સ્ત્રીઓ જ બધું જ કામકાજ સંભાળે છે. એટલા માટે જ નેપાળ ની હોટેલ, રેસ્ટોરન્ટ અને દુકાનો મા સ્ત્રીઓ કાર્ય કરતી જોવા મળે છે.

Post a Comment

और नया पुराने
close