ટેક ઓફ : સુખી જીવન જીવવાનાં પ૦ સોનેરી સૂત્રો
કોઈ વ્યક્તિ એક વાર ગંભીર ભુલ કરે કે દૃગાબાજી કરે તો પણ એની સાથનો સંબંધ તદ્દન તોડી ન નાખવો. એને બીજી તક આપવી. હા, જો એ પાછી વાયડાઈ કરે કે ફરીથી તમને છેતરે તો ત્રીજી વાર ચાન્સ નહીં આપવાનો.
વોટ્સએપ મેસેજ પરથી કંઈ લેખ ન બનાવાય. ઇન ફેકટ, ન જ બનાવાય, પણ મસ્તી ખાતર ક્યારેક્ એવું કરવામાં વાંધો નથી! આજે એક લાંબાલચ્ચ પણ ઇન્ટરેસ્ટિંગ અંગ્રેજી મેસેજ વિશે વિગતે વાત કરવાનું મન થાય છે. આ મેસેજના કેન્દ્રમાં કાર્લોસ સ્લિમ એલુ નામના એક ૭૮ વર્ષીય મેક્સિકન મહાશય છે, જે ૨૦૧૦થી ૨૦૧૩ દૃરમિયાન દૃુનિયાના સૌથી ધનિક વ્યકિત ગણાયા હતા. એમના ઘણા બિઝનેસ છે અને ખાસ તો તેઓ અત્યંત કાબેલ ઇન્વેસ્ટર છે. આજની તારીખે તેઓ દૃુનિયાના સાતમા નંબરના સૌથી શ્રીમંત માણસ છે.
માણસ સફળતાના શિખર પર શી રીતે પહોંચતો હોય છે? એ જિંદૃગીમાંથી શું શીખતો હોય છે? શું હોય છે એમનાં ‘સિક્રેટ્સ'? કહે છેને કે દૃુનિયાનાં સૌથી મહાન સત્યો સૌથી સરળ હોય છે. કાર્લોસ સ્લિમે પોતાના જીવનના જાતજાતના અનુભવો, કંઈકેટલીય ચડતીપડતી અને સંબંધોના આરોહઅવરોહના આધારે પચાસ ‘ટિપ્સ' તૈયાર કરી છે. પહેલી નજરે સાવ સીધીસાદૃી લાગે એવી ટિપ્સ છે. કાર્લોસ સ્લિમના નામે ચડેલાં આ સૂચનો ખરેખર કાર્લોસ સ્લિમનાં જ છે? આ વળી અલગ ચર્ચાનો વિષય છે. એ જે હોય તે, પણ આ પચાસેપચાસ ટિપ્સ છે ભારે મજેદૃાર. શક્ય છે કે આમાંનાં અમુક સૂચનો સ્થૂળ, નાટકીય કે અતિ સામાન્ય લાગે યા તો અપીલ ન કરે. ઠીક છે. એવાં સૂચનોને બાજુ પર મૂકી દૃેવાનાં. તો પ્રસ્તુત છે...
૧. કોઈની સાથે શેકહેન્ડ કરો ત્યારે એનો હાથ મજબૂતીથી પકડો.
૨. સામેની વ્યકિતની આંખોમાં આંખ મિલાવીને વાત કરવી.
૩. નહાતાં નહાતાં ગીતો લલકારવા અથવા ગણગણવા.
૪. તમારી પાસે એક સારી મ્યુઝિક સિસ્ટમ તો હોવી જ જોઈએ. શક્ય એટલું વધારે સંગીત સાંભળો.
૫. ઝઘડો થવાની પરિસ્થિતિ પેદૃા થઈ જાય તો પહેલો પ્રહાર તમારે કરવો. તે પણ શક્ય એટલા જોરથી.
૬. જિંદૃગીમાં સારાં કામ કરશો તો ઉપરવાળો એનું સારું ફળ આપશે જ તે જરુરી નથી. ભલમનસાઈની દૃર વખતે જીત ન પણ થાય. લાઇફ ઇઝ નોટ ફેર.
૭. ક્યારેય કંટાળીને, ધીરજ ખોઈને કે હિંમત હારીને કોઈના પર ચોકડી ન મૂકી દૃેવી. ચમત્કારો રોજ થતા હોય છે.
૮. કોઈ દૃોસ્તીનો હાથ લંબાવે તો એની અવગણના ન કરવી. તમારે પણ સામો હાથ લંબાવવો.
૯. હિંમતવાન માણસની જેમ વર્તો. તમારામાં હિંમતનો અભાવ હોય તો પણ.
૧૦. મોઢેથી સિસોટી વગાડતા શીખો.
૧૧. વ્યંગવાણી ન ઉચ્ચારો. ટોન્ટ ન મારો. જે કહેવું હોય તે સ્પષ્ટ અને સીધી રીતે કહો.
૧૨. જીવનસાથીની પસંદૃગી અત્યંત કાળજીપૂર્વક કરવી. જીવનસાથીની પસંદૃગીનો નિર્ણય એક એવી વસ્તુ છે જેના પર તમારી જિંદૃગીના ૯૦ ટકા સુખ કે દૃુખનો આધાર રહેવાનો છે.
૧૩. લોકોને ગુપચુપ રીતે, એમને ખબર પણ ન પડે તે રીતે મદૃદૃ કરવાની ટેવ પાડો.
૧૪. લોકોને એ જ ચોપડીઓ વાંચવા આપો જે પાછી ન આવે તો તમને બિલકુલ ચાલે તેમ હોય.
૧૫. કોઈની આશા છીનવી ન લેવી. શકય છે કે એ બાપડા પાસે આ એક જ વસ્તુ બચી હોય.
૧૬. બાળકો સાથે રમો ત્યારે એમને જીતવા દૃો.
૧૭. કોઈ વ્યક્તિ એક વાર ગંભીર ભુલ કરે કે દૃગાબાજી કરે તો પણ એની સાથનો સંબંધ તદ્દન તોડી ન નાખો. એને બીજી તક્ આપો. હા, જો એ પાછી વાયડાઈ કરે કે ફરીથી તમને છેતરે તો ત્રીજી વાર ચાન્સ નહીં આપવાનો.
૧૮. રોમેન્ટિક બનો.
૧૯. અત્યંત પોઝિટિવ અને ઉત્સાહી માણસ બનો.
૨૦. હળવા બનો. સતત આખી દૃુનિયાનો ભાર માથા પર રાખીને ફર્યા કરવાની જરુર નથી. જીવન-મરણની કટોકટીને બાદૃ કરતાં બીજી કોઈ વાત એટલી ગંભીર હોતી નથી જેટલી એ પહેલી નજરે દૃેખાય છે.
૨૧. સ્વજન કે પ્રિયજન સાથે કવોલિટી ટાઇમ પસાર કરતા હો ત્યારે ફોનને દૃૂર રાખો. તમારો ફોન તમારી સુવિધા માટે છે, તમને કોલ કે મેેસેજ કરનારાઓની સુવિધા માટે નહીં.
૨૨. હારો તો પણ ગરિમાપૂર્વક હારો.
૨૩. જીતો ત્યારે શાલીનતા જાળવી રાખો.
૨૪. તમારી ખાનગી વાતનો બોજ મિત્ર પર નાખતા પહેલાં બે વાર વિચારજો.
૨૫. કોઈ તમને ભેટે ત્યારે અળગા થવાની ઉતાવળ ન કરવી. સામેનો માણસ તમને ન છોડે ત્યાં સુધી આલિંગનબદ્ધ રહો.
૨૬. નમ્ર બનો. તમે જન્મ્યા તે પહેલાં આ દૃુનિયામાં કંઈકેટલાય અદૃભુત માણસો કંઈકેટલીય અદૃભુત સિદ્ધિઓ મેળવી ચુક્યા છે.
૨૭. વ્યવહાર તેમજ સંબંધો સીધા અને સરળ રાખવા. જિંદૃગીને ગૂંચવી મારવી નહીં.
૨૮. જેને કશું જ ગુમાવવાનું નથી એવા માણસથી સાવધ રહેવું.
૨૯. જેને ઓળંગીને આવ્યા હો તે પુલોને બાળી ન નાખવા. જીવનમાં એકની એક નદૃી વારંવાર, આપણને નવાઈ લાગે એટલી બધી વાર ક્રોસ કરવી પડતી હોય છે.
૩૦. જીવન એવી રીતે જીવો કે તમારી લાઇફ પરથી ધારો કે પુસ્તક લખાય તો એનું શીર્ષક આ જ રાખવું પડે - ‘નો રિગ્રેટ્સ.
૩૧. બોલ્ડ બનો. હિંમતવાન બનો. પાછું વળીને જુઓ ત્યારે એવો અફસોસ ન રહેવો જોઈએ કે જિંદૃગીના ફલાણા મુકામે મેં ફલાણું પગલું કેમ ન ભર્યું? ફલાણો નિર્ણય કેમ ન લીધો? અથવા તો ફલાણી-ફલાણી વસ્તુ કેમ એકાદૃ વાર જ કરી?
૩૨. તમે સામેની વ્યકિતને ચાહો છો, એના માટે તમારા મનમાં આદૃર છે એવું વ્યક્ત કરવાની એક પણ તક ન છોડો.
૩૩. યાદૃ રાખો, માણસ એકલપંડે કશુંય હાંસલ કરી શકતો નથી. આપણી સિદ્ધિમાં અન્ય લોકોનો વત્તોઓછો ફાળો હોવાનો જ. આથી દિૃલ વિશાળ રાખો અને તમને મદૃદૃરુપ થનાર તમામની આદૃરપૂર્વક નોંધ લો.
૩૪. તમારી એટિટ્યુડ તમારે જ નક્કી કરવાનો છે. તમારું વર્તન તમારે જ ઘડવાનું છે. જો તમે નહીં ઘડો તો સામેનો માણસ પોતાની અનુકૂળતા પ્રમાણે તમારું વર્તન નક્કી કરી નાખશે.
૩૫. મિત્રો-સ્વજનો હોસ્પિટલમાં દૃાખલ થયા હોય ત્યારે એમને જોવા અચૂકપણે જાઓ.
૩૬. દિૃવસની શરુઆત તમારી મનગમતી પ્રાર્થનાથી કરો.
૩૭. રોજ એકના એક રસ્તેથી આવ-જા ન કરવું. ક્યારેક રળિયામણો અથવા કમસે કમ થોડોક બહેતર હોય એવો રસ્તો પસંદૃ કરવો.
૩૮. તમારા માટે મહત્ત્વના હોય એવા લોકોને ખૂબ બધાં ગ્રિટીંગ્સ કાર્ડ્સ મોકલવાની ટેવ પાડો. એમને દિૃલપૂર્વક કહો કે તમે યાર, બહુ મસ્ત માણસ છો.
૩૯. કોઈનો ફોન આવે ત્યારે હંમેશાં ઉત્સાહપૂર્વક જવાબ આપવો. તમારા અવાજમાં એનર્જી વર્તાવી જોઈએ.
૪૦. તમારી પથારીની બાજુમાં કાયમ નોટ-પેડ રાખી મૂકવા. અફલાતૂનમાં અફલાતૂન આઇડિયા ક્યારેક મધરાતે આવતા હોય છે. સવારે ઉઠો ત્યાં સુધીમાં એ વિચાર દિૃમાગમાંથી છટકી ગયો હોય ને પછી કેમેય કરીને તે યાદૃ જ ન આવે એવું ન બનવું જોઈએ.
૪૧. મહેનતની કમાણી કરતા મનુષ્યમાત્રનો આદૃર કરો. કામધંધો ગમે તે હોય. એનાથી કશો ફર્ક પડતો નથી. કોઈ કામ નાનું હોતું નથી.
૪૨. પ્રિયજનોને ફુલો કે ભેટ મોકલો. તે માટેનું કારણ કે નિમિત્ત પછી શોધજો.
૪૩. ટોલ નાકા પર કતારમાં તમારી પાછળ ઊભેલી અજાણી કારનો ટોલ ક્યારેક તમારે ભરી દૃેવો. એ કારમાં બેેઠેલી અજાણી વ્યકિતઓને આ રીતે પ્લેઝન્ટ સરપ્રાઈઝ આપો!
૪૪. એવું જીવન જીવો કે કોઈ તમને તમારો રોલમોડલ યા તો હીરો બનાવે.
૪૫. લગ્ન કેવળ અને કેવળ પ્રેમ માટે કરો. જ્યારે બીજાં બધાં ઓજારો બુઠ્ઠા થઈ જશે, વપરાઈ જશે કે ખોવાઈ જશે ત્યારે પ્રેમ જ એક એવી વસ્તુ છે જેના સહારે જીવી શકાશે.
૪૬. કૃતજ્ઞ બનો. તમને મળેલાં આશીર્વાદૃ હંમેશાં યાદૃ રાખો.
૪૭. મહેમાન બનીને કોઈની ઘરે જમવા જાઓ ત્યારે રસોઈના વખાણ કરવાનું ભુલશો નહીં.
૪૮. રસ્તામાં, સ્કૂલબસમાં કે ગમે ત્યાં બાળકો દૃેખાય તો હસીને એમની સામે હાથ હલાવો.
૪૯. યાદૃ રાખો, કોઈ પણ કામધંધાની સફળતાનો ૮૦ ટકા આધાર તમે અન્ય લોકો સાથે કેવો વ્યવહાર કરો છો તેના પર રહેલો હોય છે. આનું નામ જ ઇમોશનલ ઇન્ટેલિજન્સ.
૫૦. રોજ એવું કશુંક કામ જરુર કરવું કે જેથી સામેવાળી વ્યકિતએ તમને થેન્ક્યુ કહેવું પડે.
✍
Source:*સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર*લેખક : શિશિર રામાવત*
एक टिप्पणी भेजें