પણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની સંતો થઈ ગયા છે કે તેનું બોલેલું સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે આવા ભજનો આગમવાણી કહેવાય આવી આગમ ભાગ તરફ એક પરંપરા છે તેમાં ખાસ કરીને અધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે ઘણા એવા સંતો થઈ ગયા જેમણે ભવિષ્યમાં દેશ-પ્રદેશ અને દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે તેમાં આજે આપણે જાણીશું ગુજરાતના એવા સંત જેમણે દુનિયામાં શું થશે તેની ભવિષ્યવાણી વર્ષો પહેલા જ કરી લીધી હતી દોસ્તો આપણે વાત કરી રહ્યા છીએ સંત દેવાયત પંડીત ની જેમ લેખાજોખા સાચા ચડતા હતા  ધર્મના બંધનોને પાર કરીને માનવીય મહોબ્બતનો માર્ગ ખોલનાર રામસાગર હાથમાં લઈને ભવિષ્યની વાણી ભાગ હતા ત્યારે તેમના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવ તો અહીં તમે જોઈ શકો છો

દેવાયત પંડિત Agamvani

    દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં ભારત દેશના ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના વંથલી ગામે એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો એમ મનાય છે. તેમનાં માતા પિતા ધર્મપારાયણ હતા, જેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતાપિતાનાં સંસ્કાર ઉતરેલા હતા. તેમના પિતા ગામમાં ગોરપદું કરતા હોવાનું મનાય છે. આ ઉપરાંત ગામમાં આવેલા સાધુસંતોને જમાડવા અને ધર્મોપદેશ આપવો એ તેમની મુખ્ય નેમ હતી. કહેવાય છે કે દેવાયત પંડિતની નાની ઉંમરમાં જ તેમના માતાપિતાનું અવસાન થયેલું. આમ છતાં, દેવાયત પોતાના પિતાનાં સંસ્કારોને વળગી રહીને સાધુસંતોની સેવા કરતા હતા.

    દેવાયત પંડિત સાધુસંતોના સંઘ સાથે તરણેતરનાં મેળામાં જાય છે. મેળામાં ઘણા બધા સાધુસંતો અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા. અને ધર્મની ચર્ચામાં વ્યસ્ત હતા તેવામાં એક મહાત્માનાં પ્રભાવ નીચે દેવાયત આવતા તેના માનસ ઉપર વિશેષ છાપ પડી હતી. તે જ સમયે દેવાયતનું મન સંસાર ઉપરથી ઉતરી જઈને વૈરાગ્ય તરફ ખેંચાવા માંડ્યુ. આમ તે તરણેતરનાં મેળામાંથી પાછા ફરાતા વંથલીની બદલે ગિરનાર આવી ગયા. ગિરનારની અડાબીડ ઝાડીના માર્ગોમાં ફરવા લાગ્યા અને સાધુઓની જગ્યામાં સેવા કરવા લાગ્યા. તેમણે ગિરનારની પાવન ભૂમિમાં ઘણા દિવસો ગાળ્યા પરંતુ પોતાની મુંજવણનું સમાધાન થતુ ન હતુ કે પોતાના પ્રશ્નોનું નિરાકરણ થતુ ન હતું. તેવામાં એક દિવસ શોભાજી કરીને એક સંતનો મેળાપ થયો અને તેમણે દેવાયતનાં મનની ભ્રમણા ભાંગી.


    દેવાયતને શોભાજીનાં સાનિધ્યમાં ખુબજ રસ પડવા લાગ્યો હતો. પોતાના દરેક પ્રશ્નનું નિરાકરણ વ્યવસ્થિત ઉદાહરણ દ્વારા સમાધાન કરનારને પોતાના અંતરમાં સ્થાન મળવા લાગ્યુ હોય તેવો તેને અનુભવ થવા લાગ્યો હતો. આથી એક દિવસ દેવાયતે શોભાજીને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવા અને પોતાને કંઠી બાંધવા કહ્યુ. શોભાજીએ દેવાયતને અંતરથી જાણી લીધા હતા અને પરીક્ષા પણ કરીને ચકાસી લીધા હતા. તેથી શોભાજીએ દેવાયતને કંઠી બાંધીને ઉપદેશ આપતા કહ્યુકે તમો સાધુ બનો તેના કરતા સંસારમાં રહેશો તો ધર્મથી વિમુખ થતા જતા સંસારને ભક્તિની પ્રેરણા આપશો તે વધારે અસરકારક રહેશે. તેથી શોભાજીએ દેવાયતને ગૃહસ્થ જીવન ન છોડવા અને સંસારના ધર્મો બજાવતાં બજાવતાં આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો આદેશ આપ્યો. આથી પોતાના ગુરુનો ઉપદેશ સ્વીકારી દેવાયત કાશી ગયા હતા.

    દેવાયતનાં પત્ની દેવળદે'એ પોતાના પતિનો અહમ્ ઉતારવાની ઘણી કોશિષો કરી જોઈ, પણ તેમાં નાકામિયાબ રહ્યા. એક દિવસ દેવાયત પંડિતે દેવળદે'ના ચારિત્ર્ય ઉપર શંકા કરી. દેવળદે' સ્ત્રી હતા પણ પોચા ન હતા. તે સ્વમાની, ધૈર્યવાન અને હિંમતવાન હતા જેથી તે પોતાના પતિનું ઘર ત્યજીને ચાલી નીકળ્યાં.
    ભવિષ્યવાણી અને અગીયારમી સદીમાં થઈ ગયેલ મેઘવાળ સમાજના ધર્મગુરુ મામઈદેવ દ્વારા કરવામાં આવેલ આગમવાણીમાં સંપુર્ણપણે સમાનતા રહેલી છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના હવે પછી થનારા નકળંક અવતાર પર વિસ્તાર પુર્વક વર્ણન કરવામાં આવેલ છે. ગુજરાતી ભજન સાહિત્યમાં તેમનું મુખ્ય યોગદાન "આગમવાણી" છે. આગમ એટલે આગાહી. તેઓ એ ભજન સાહિત્યના માધ્યમથી અનેક આગાહીઓ કરેલી. જે આજના સમયમાં પણ સચોટ મનાય છે.


    'દેવાયત પંડિત દા ' ડા દાખવે ' ધર્મગ્રંથ  એ સત્ય સનાતન આદિધર્મ હિંદુ ધર્મના નિજારી સિદ્ધ મહાત્માઓ એવા શ્રી દેવાયત પંડિત મહારાજ અને સ્વર્ગની અપ્સરા સતી દેવલદે માતના જીવનકાર્યો અને મહાનતાની સઘળા પાસાઓને આવરી લેતો સર્વપ્રથમ ગ્રંથ બન્યો છે.
 
આપણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની સંતો થઈ ગયા છે કે તેનું બોલેલું  સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે. આવા ભજનો આગમવાણી કહેવાય છે. આવી આગમભાખનારા ભગતોની એક પરંપરા છે. તેમાં ખાસ કરીને અધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે.
ઘણાં એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ-પ્રદેશ-દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે. 
 
    દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં  એ ત્રણ લોકોમાં ગણાય છે જેમાં સરવણ ઋષી, સહદેવ જોષી અને પછી દેવાયત પંડિત હતા જેના લેખા જોખા સાચા જ પડતા હતા. ધર્મના બંધનોને પાર કરીને માનવીય મહોબ્બતનો માર્ગ ખોલનાર આ ઓલિયો જ્યારે તંબૂર હાથમાં લઈને ભવિષ્યની વાણી ભાખતા ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતો. અહીં તમે જોઈ શકો છો કે તેણે કરેલી ઘણી વાતો આજે પણ સાચી પડી રહી છે.

    તેમની રચનાઓમાં જેણે મનને વશ કરી લીધુ છે એવા સંત-ભકતોના લક્ષણો, કામ-ક્રોધને વશમાં રાખવાની શિખામણ આપતો સાધુનો ધર્મ જોવા મળે છે. સતી દેવળદે સાથેનું દેવાયત પંડિતનું દાંપત્યજીવન કવિત્વમય છે. દેવળદે પણ સંત કવયિત્રી હતા.

દેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર‚
આપણા ગુરુએ આગમ ભાખિયા‚ જૂઠડા નહીં રે લગાર ;
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે,
એવા દેવાયત પંડિત દાડા દાખવે.

ખોટાં થાશે પુસ્તક‚ ખોટાં પાનિયાં‚ ખોટાં કાંઈ કાજીનાં કુરાન‚
અસલજાદી રે ચૂડો પહેરશે‚ એવા કાંઈ આગમનાં એંધાણ,
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે,
એવા દેવાયત પંડિત દાડા દાખવે.

કાંકરિયા તળાવે તંબુ તાણશે‚ સો સો ગાઉની સીમ‚
રૂડી ને દિસે રળિયામણી‚ ભેળા આવશે અર્જુન ને ભીમ,
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે,
એવા દેવાયત પંડિત દાડા દાખવે.

ધરતી માથે હેમર હાલશે‚ સૂના નગર મોઝાર‚
લખમી લૂંટાશે લોકો તણી‚ નહીં કોઈ રાવ કે ફરિયાદ,
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે,
એવા દેવાયત પંડિત દાડા દાખવે.


        આગમ ભાખિયા સાચા પડ્યા છે દેવાયત પંડિત એક એવા સંત છે જેના વર્ષો પુરાણા ભજનો ની ભવિષ્યવાણી આજે સત્ય પડી રહી છે આપણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની થઈ ગયા છે  એ ભજન આપો ગુરુ તારો પાર ન પાયો એમાં એવું કહ્યું હતું કે જમીન આસમાન મુળ વિના માંડયું જી ના આવડે રહ્યો ગુરૂ તારો પાર ન પાયો  હવે સાંજ પડવા લાગી છે તમને જેમ આગળ વાત કરીને એમ દેવાયત પંડીત ની ભવિષ્યવાણી સર્વશ્રેષ્ઠ મનાય છે અને તેમને જે પણ આગમ ભાખિયા છે કે હજી સુધી સાચા પડ્યા છે દેવાયત પંડિત નું નામ આગમવાણી કરવામાં મુખ્ય આવે છે તે તો આપણે બધા જ જાણીએ છીએ જેના લેખ  તારા દાખવે સુણી લ્યોને દેવળદે સતીનાર આપણા ગુરૂએ આગમ ભાખિયા જુઠડાં નહિ રે લગાર ક્યારે આવશે દેવાયત પંડિત દાડા આવશે દેવાયત પંડિત ભવિષ્યવાણી દેવર દેનારને સંભળાવે છે  

    અર્થાત ઉત્તર દિશામાંથી કલ્કિ ભગવાન આવશે અને કળિયુગની દુષ્ટતાનો સંહાર કરી સતયુગ ની સ્થાપના કરશે આવા લેખાજોખા દેવાય પીર કરી રહ્યા છે  કરી રહ્યા છે દોસ્તો આ હતી ભવિષ્યવાણી એક મહાન ગુજરાતી સંત દેવાયત પંડીતની ગુજરાતના મોડાસા ગામમાં દેવરાજ ધામ મંદિર માં દેવાયત પંડિત ની સમાધિ આવેલી છે 

મિત્રો આવા જ આર્ટિકલ વાંચવા અને રસપ્રદ માહિતી માટે આજે જ સબસ્ક્રાઈબ કરો અથવા મારી ચેનલમાં જોડાવ નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને  જોડાવા તમને નવી નવી માહિતી મળતી રહેશે  

Join Telegram Channel and આર્ટિકલ વાંચવા અને રસપ્રદ માહિતી માટે આજે જ સબસ્ક્રાઈબ કરો 51993 participants
મિત્રો આપો ગુજરાતી સાહિત્ય જળવાઈ રહે એના માટે આ ચેનલ ચાલુ કરવામાં આવી છે તો તમારા મિત્રો ને પણ જણાવો અને જોઈન્ટ કરો


Post a Comment

और नया पुराने
close