જેમણે પણ લખ્યું છે તેમણે ખુબ જ સચોટ લખ્યું છે...
અતિશ્રદ્ધા છે અવળચંડી
વેવલાપણાંનાં વાવેતર કરે.
યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ
કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સિદ્ધિયંત્રો બનાવી,
ફીટ કર્યાં ફોટામાં.'
પશ્ચિમે ઉપગ્રહ બનાવી,
ગોઠવી દીધા અંતરિક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી,
મઢી દીધા અંગુઠીમાં.
જાપાન વિજાણુ યંત્રો થકી,
સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી,
અમેરીકા વૈજ્ઞાનિક અભિગમથી
બળવાન બન્યો વિશ્વમાં;
આપણે ધાર્મિક કર્મકાંડો થકી
કંગાળ બન્યા દેશમાં.
પશ્ચિમે પરિશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું
આ લોકમાં;
આપણે પુજાપાઠ–ભક્તિ કરી
સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા
નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદિર બાંધી
મુર્ખ ઠર્યા આખા જગમાં.
પર્યાવરણ–પ્રદુષણથી જયારે
જગત આખું છે ચિંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી
લાકડાં ખડક્યાં ચીતામાં..
વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ
લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ,છેતરાશો નહીં,
ઠગનારા ઘણા છે આ દેશમાં.
સાયંટિફિકલિ બ્લડ ચૅક કરી,
ઍંગેજમેન્ટ કરે પશ્ચિમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં
લગ્નકુંડાળાં થાય આ દેશમાં.
લસણ–ડુંગળી–બટાકા ખાવાથી
પાપ લાગે આ દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં
પાપ ન લાગે આ દેશમાં.
एक टिप्पणी भेजें