દરેક પરણિત સ્ત્રી-પુરુષે વાંચવા જેવું [Truth of Life]


નહોતી મને તારી પડી
કે નહોતી તને મારી પડી

આતો તને જોવા આવ્યો ને તું જડી
હું પણ પ્રેમમાં પડ્યો, અને તું પણ પડી

પછી લગ્નની શહેનાઈ ની વાગી ઘડી
આવ્યો હું વાજતે ગાજતે ઘોડે ચડી

પછી તો એક-બીજાની એટલી પડી
કે ચાલતું નહી એક-બીજા વગર ઘડી

પ્રેમની વરસાવી એવી ઝડી.
પછી છોકરા થયા, તું એમાં પડી

મને પણ ધંધાની ચાનક ચડી
ક્યાં વઈ ગઈ એ પ્રેમની ઘડી

બેમાંથી એકેયને ખબર નો પડી
જાણે કોઈની નજર પડી

પછી આવી ઈમોશનલ ઘડી
તું કહેવા લાગી તમને કાંઈ નથી મારી પડી

અને તું ઇમોશનલી ખૂબ રડી
જાણે મારી ઉપર આફત પડી

થોડી રકજક ને થોડી જીભાજોડી
આવી પછી ગેરસમજની ઘડી

બન્ને એકબીજાને કહેતાં : તને મારી નથી પડી
તો મને પણ તારી નથી પડી.

ને ચાલી થોડી ઝાઝી લડા-લડી
તું પિયર જતી ત્યારે ખબર પડી

કે, આતો આદત કેવી પડી?
કે ચાલતું નથી એક-બીજા વગર ઘડી
સાથે હોય ત્યારે ભલે થાય લડા-લડી પણ, 

મનથી તો હોય એક-બીજાની પડી.
લગ્નની શરૂઆતમાં તો હોય આકર્ષણની ઘડી.

ઉંમર થાય ત્યારેજ સાચા પ્રેમની ખબર પડી
યાદ કરી જીવનની હરએક ઘડી

બંનેના એક એક હાથે તાળી પડી
ખુશીથી બંનેની આંખ થોડી રડી.

જીવનના અંતમાજ વાસ્તવિકતા જડી.
કે છીએ બંને એક-બીજાની છડી.

Post a Comment

और नया पुराने
close